સાફ-સુથરી અને ગ્લોઇંગ સ્કિન માટે એપલ ફેસ પેકનો ઉપયોગ કરો

આપણે જાણીએ છીએ કે સફરજન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આપણે નાનપણથી સાંભળીએ છીએ કે જે પણ દિવસભરમાં એક સફરજન ખાય છે તેને ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. પરંતુ શું તમે જાણો છો કે સફરજન ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એન્ટી-ઑક્સિડેન્ટ, વિટામિન-એ, બી કૉમ્પ્લેક્ક્ષ અને સીથી ભરપૂર સફરજન તમારી ત્વચાની કેટલીય સમસ્યાઓ જેવી કે ખીલ, ડિહાઇડ્રેશન અને સુસ્તી દૂર કરવામાં ફાયદાકારક હોય છે. જો તને લાંબા સમયથી પોતાના ચહેરા પરની ચમક ગુમાવી બેઠા છો તો તમાતે પોતાની ત્વચા પર સફરજનનો ઉપયોગ કરવાની જરૂર છે. તો જાણો, સફરજનના ઉપયોગથી આપણી ત્વચાને શું ફાયદા થાય છે…

ત્વચા પર સફરજનના ઉપયોગના ફાયદાઓ :-

– સફરજનમાં ફ્લેવોનોઇડ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે અને ત્વચાની ઉંમરને વધતાં અટકાવે છે.

– આ સ્વાદિષ્ટ ફળમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે શુષ્ક ત્વચાની સારવાર કરે છે.

– સફરજન યૂવીબી ગાર્ડિગ કણોની સાથે આવે છે, જે તમારી ત્વચાને સૂરજના હાનિકારક કિરણોથી બચાવે છે.

– ત્વચા પર સફરજનનો ઉપયોગ ત્વચાની રંગતને હળવો કરવામાં મદદ કરે છે અને આ તમને એક પ્રાકૃતિક ગ્લો પ્રદાન કરે છે.

– સફરજનની ત્વચાની સમસ્યા જેવી કે ખીલ, કાળા ધબ્બા અને ખીલના સારવાર માટે પણ ઓળખવામાં આવે છે.

ગ્લોઇંગ સ્કિન માટે DIY એપ્પલ ફેસ પેક

અસમાન સ્કિન ટોન માટે

સામગ્રી :-

1 મોટી ચમચી એપ્પલ પ્યૂરી

2 મોટી ચમચી દહી

1 ચમચી લીંબૂનો રસ

કેવી રીતે લગાવશો?

એક બાઉલમાં તમામ સામગ્રી એકત્ર કરો અને સારી રીતે મિક્સ કરી લો. પોતાના ચહેરાને પાણીથી ધોઇને લૂછી લો. ત્યારબાદ આ ફેસપેકને આખા ચહેરા અને ડોક પર લગાઓ. તેને સુકાવા દો અને 20 મિનિટ બાદ ધોઇ નાંખો.

ફાયદો :-

દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે તમારી ત્વચાને એક્સફોલિયેટ કરે છે અને તમારી ત્વચાથી તમામ મૃત લેયરને હટાવી દે છે. લીંબૂ બ્લીચનું કામ કરે છે અને તમારી ત્વચાના ટોનને હળવો કરે છે.

સાફ ત્વચા માટે

સામગ્રી :- 

1-2 મોટી ચમચી એપ્પલ પ્યૂરી

1 મોટી ચમચી મધ

કેવી રીતે લગાવશો?

એક બાઉલમાં બંને સામગ્રીને સારી રીતે મિક્સ કરો. ચહેરા અને ડોક પર લગાઓ. 30 મિનિટ બાદ ધોઇ નાંખો.

ફાયદા :-

મધમાં એન્ટી-બેક્ટેરિયલ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે જે તમારી ત્વચાને સાફ અને મુલાયમ રાખે છે. સફરજનમાં વિટામિન સી હોય છે, જે આપણી ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને તમને એક પ્રાકૃતિક ચમક પ્રદાન કરે છે.

સુસ્ત ત્વચા માટે

સામગ્રી :-

2 મોટી ચમચી દૂધ

2 ક્યૂબ્સ એપ્પલ અથવા એપ્પલ પ્યૂરી

2 મોટી ચમચી ઓટમીલ પાઉડર

કેવી રીતે લગાવશો?

એક બાઉલમાં દલિયા પાઉડર, સફરજન ક્યૂબ, અથવા સફરજન પ્યૂરી અને દૂધ એકઠું કરો. એક ચમચીનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો. સમગ્ર ચહેરા અને ડોક પર લગાઓ. 30 મિનિટ બાદ ધોઇ નાંખો.

ફાયદા :-

દલિયા, દૂધ અને સફરજનનું આ મિશ્રણ મૃત ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. આ ફેસપેક તમારી ત્વચાને ધીરેથી એક્સફોલિયેટ કરે છે અને તમને એક ડાઘ રહિત ચમકદાર ત્વચા આપે છે.

બ્રાઇટ કૉમ્પ્લેક્શન માટે

સામગ્રી:- 

1 ચમચી દહીં

1 મોટી ચમચી એપ્પલ પ્યૂરી

લીંબૂના રસના થોડાક ટીપાં

કેવી રીતે લગાવશો?

એક બાઉલમાં બધુ જ સારી રીતે મિક્સ કરો અને આખા ચહેરા અને ડોક પર લગાઓ. 20 મિનિટ સુધી રહેવા દો અને ફરીથી ધોઇ નાંખો. આ સફરજનના ફેસ પેકનો નિયમિર રીતે ઉપયોગ કરવાથી તમને નિખાર મેળવવામાં મદદ મળશે.

ફાયદા :-

લીંબૂ અને દહીં તમારી ત્વચાને ચમકદાર બનાવવા માટે એક સાથે કામ કરે છે. તેમની પાસે વિટામિન સી હોય છે, જે તમારી ત્વચાના ટોનને ગ્લોઇંગ અને લાઇટ બનાવે છે. સફરજન તમારા કૉમ્પ્લેક્શનને ઠીક કરવામાં મદદ કરે છે અને તમારા રંગને ચમકદાર બનાવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.