ગોંડલમાં ગુજસીટોક કેસના ચકચારી પ્રકરણમાં ગુજરાતમાં પ્રથમ મિલકત જપ્ત કરવાની વિગત સામે આવી છે. આ ધટનામાં ગોંડલના નામચીન નિખિલ ડોંગા નાં આરોપીની મિલકત જપ્ત કરાઈ છે. ગુજસીટોક આરોપી પિયુષ કોટડિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. ગુજરાત રાજયના ગૃહ વિભાગનાં હુકમ અનુસાર આ કાયઁવાહી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગેંગસ્ટર નિખિલ ડોંગા અને તેની ગેંગના સાગરીતોને ગુજસીટોક કાયદા હેઠળ દબોચી લઈને જેલ હવાલે કરી દેવામાં આવ્યાં છે. નિખિલનો નાણાંકીય વહિવટ હિસાબ રાખનાર ગોંડલનાં પીયુષ કોટડીયાની મિલકત ગૃહખાતાનાં આદેશ પોલીસ તંત્ર દ્નારા જપ્ત કરવામાં આવતાં ગુજસીટોકનાં કેસમાં મિલકત જપ્તની પ્રથમ ધટના ગોંડલ ખાતે નોંધાઈ હતી.
અત્રે નોંધનીય છે કે ,આગામી દિવસોમાં ગૃહવિભાગ દ્નારા વધુ આદેશ અપાશે તો વધુ મિલકતો પણ જપ્ત કરવામાં આવશે તેવું અંતમાં જાણવા મળ્યું હતું.
https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.