મોડાસા ટાઉન પોલીસે વિક્રમબા જાડેજાની ફરિયાદના આધારે સગીરાનું અપહરણ કરનાર અજાણ્યા ઈસમ સામે અપહરણનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
News Detail
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા શહેરની અમરદીપ સોસાયટીમાં આવેલા સખી વન સ્ટોપમાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને પ્રેમ સબંધના લીધે રાખવામાં આવી હતી બુધવારે સગીરા સખી વન સ્ટોપ માંથી વોશરૂમ જવાનું કહી વોશરૂમમાં જતા કોઈ અજાણ્યો યુવક 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી ફરાર થઇ જતા સખી વન સ્ટોપમાં ફરજ બજાવતા મહિલા સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો સખી વન સ્ટોપના સ્ટાફે ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ તાબડતોડ ધસી આવી હતી સખી વન સ્ટોપમાંથી સગીરાનું અપહરણ થતા ફરજ પરના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.