પબજી ગેમની પાછળ રવાડે ચઠેલાં સગીરાએ ભણવાનું છોડી દઈને કહ્યું આ…

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક સગીરા આખો દિવસ પબજી ગેમ રમતી હતી. જોકે થોડા સમયથી આ સગીરા ઘર છોડીને જતી રહેવાની ધમકી આપી હતી. પરિવારજનોએ સગીરા પાસેથી મોબાઇલ લઇ લેતા. તેને મિત્ર ના ફોનમાં ગેમ રમવાનું શરૂ કર્યું હતું કે તેણે અભ્યાસ કરવાનું પણ બંધ કરી દીધું હતું.

જેથી સગીરાની માતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માગી હતી. ૧૮૧ ની ટીમે મોબાઈલનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપીને અભ્યાસ ફરીથી શરૂ કરવાનું કહ્યું હતું. શહેરના બાપુનગર વિસ્તારમાંથી એક મહિલાએ ૧૮૧ ની ટીમને ફોન કરીને કહ્યું કે, મારી દીકરી પબજી ગેમ ના રવાડે ચડી ગઈ છે .પરિવારજનો સમજાવે તો સગીરા તેની સાથે ઝઘડો કરીને ઘરેથી ભાગી જવાની ધમકી આપે છે. જેથી ૧૮૧ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s

જ્યાં સગીરાની માતાએ ૧૮૧ ની ટીમને કહ્યું કે મારી ૧૬ વર્ષની દીકરી અવારનવાર ઘર છોડી જતી રહેવાની ધમકી આપે છે.જો કે સગીરાએ પરિવારજનોને સમજાવે તો બૂમ પાડીને તેની સાથે ઝઘડો કરે છે. આખો દિવસ મોબાઇલમાં પબજી ગેમ રમે છે. ઘરનો કોઈ સભ્યો મોબાઈલ લેતો સગીરા તેના મિત્ર પાસેથી મોબાઇલ લઇને ગેમ રમ્યા કરે છે. ૧૮૧ ની ટીમે સગીરાનું કાઉન્સિલિંગ કરીને કહ્યું કે ,મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં અને ફરીથી અભ્યાસ શરૂ કરવો. બાદમાં સગીરા માની જતા અને તેના પરિવારજનોમાં ખુશી ના દ્રશ્યો સર્જાયા હતા.

કોરોના કાળ બાદ બાળકો ઘરમાં રહેતા હોવાને કારણે મોબાઇલની લગે ચડી ગયા છે. આખો દિવસ ગેમ રમતો હોવાને કારણે નાની નાની વાતમાં ચિડાઈ જતા હોવાની ફરિયાદો પણ વાલીઓની વધી છે. બાળકોને ફોન અન્ય પ્રવૃત્તિમાં પણ વ્યસ્ત રાખવા જોઈએ એવી અમારી સલાહ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.