સૂઈ રહેલા એક યુવકના પરિવારને, પોલીસ હોવાની ઓળખાણ આપી,સગીરનું અપહરણ કરી થઈ ગયા હતા ફરાર

શહેરના રામોલ વિસ્તારમાં રહેતો એક પરિવાર મકાનના ધાબે સૂતો હતો. ત્યારે ઘર પાસે એક સફેદ ઇકો કાર આવી હતી અને તેમાંથી કેટલાક શખ્સો આવી મકાનના ધાબે ચડી ગયા હતા. ત્યાં સૂઈ રહેલા એક યુવકના પરિવારને પોલીસ હોવાની ઓળખાણ આપી સગીરનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

આ સગીરને આંખે પટ્ટી બાંધી હાથ બાંધી દઈ અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો અને બાદમાં તેને સીટીએમ પાસે ઉતારી શખશો ફરાર થઈ ગયા હતા.

અમે પોલીસસ્ટેશનથી આવીએ છીએ ઉપરથી સાહેબૈ કીધું છે, પરિવારમાંથી કોઈને બોલાવી લાવો. જેથી સરોજ બહેનની દીકરીએ આ પોલીસની ઓળખ આપનાર પાસેથી આઈકાર્ડ માગતા આઈકાર્ડ ન હોવાનું શખસોએ જણાવ્યું હતું અને સંદીપને ઉઠાવી ઇકો કારમાં લઈ ગયા હતા.

 

સરોજબહેને આસપાસના લોકોની મદદથી તપાસ કરી પણ કોઈ પતો લાગ્યો નહિ. જેથી પોલીસસ્ટેશન જઈને તપાસ કરતા કોઈને ન લાવ્યા હોવાનું જણાતા નકલી પોલીસ સગીરનું અપહરણ કરી લઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને અભિમન્યુ બોલું છું કહીને હું અને પ્રમોદ યાદવ તારા ભાઈને લઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.