નડિયાદ અને આણંદની નગરપાલિકાઓમાં પણ ૬૦ વર્ષ વટાવી ચૂકેલાને ભાજપે ચૂંટણીમાં ઉતારતા વિરોધ થયો છે.
મોરબી નગરપાલિકામાં ગુરુવારે સાંજે ભાજપે ઉમેદવારના નામોની જાહેરાત કરી હતી. જો કે, સ્થાનિક કાર્યકરોના સખત વિરોધને પગલે અનેક નામોમાં ફેરફાર કરવા પડયા હતા.
ગ્રામીણ અને અર્ધ શહેરી ક્ષેત્રોને આવરી લેતી ૩૪૩ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ કર્યો છે, તેવામાં હવે માત્ર ૨૪ કલાક કરતા પણ ઓછો સમય રહેતા બંને પક્ષોમાંથી બારોબાર મેન્ડેટનું જોર વધ્યુ છે.
છેલ્લા દિવસ સુધી ટિકિટ નક્કી ન થતા, ખાનગીમાં ફોર્મ ભરવાની સુચના પણ ન મળતા અનેક ટિકિટવાંચ્છુઓ અપક્ષમાં જ ઉમેદવારી કરી આવ્યા છે. તો બીજી તરફ આંતરિક ખેંચમતાણ વચ્ચે અનેક ગામો- શહેરોમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો, સમર્થન જાહેર કરવાનો ઘટનાક્રમ પણ વધી રહ્યો છે.
કચ્છમાં જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયતો કે પછી ભૂજ, અંજાર, ભચાઉ, રાપર સહિત છ નગરપાલિકાઓ આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે ઉમેદવાર પસંદગી માટે જાહેર કરેલા ત્રણેય માપદંડોનો છેદ ઉડાડવામાં આવતા સેંકડો ટિકિટવાંચ્છુ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે.
કચ્છમાં અનેક ક્ષેત્રોમાં કોંગ્રેસીમાંથી આવેલા પેરાશુટોને કમળનુ નિશાન આપીને ચૂંટણીમાં ઊતરવા ભાજપે લીલીઝંડી આપી છે તો બીજી તરફ ત્રણ ટર્મવાળાને પણ રિપિટ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.