ભારત અને ચીનના લશ્કરી કમાન્ડરો વચ્ચે, સૈન્ય પાછુ ખેંચવા અંગે 11મા રાઉન્ડની યોજાઈ હતી બેઠક

ભારત અને ચીનના લશ્કરી કમાન્ડરો વચ્ચે સૈન્ય પાછુ ખેંચવા અંગે 11મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. 13 કલાકની બેઠકના અંતે ચીને સ્પષ્ટ કર્યું હતું કે ઈસ્ટર્ન લદ્દાખના ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા પોઈન્ટ પરથી એ સેના પરત ખેંચવા તૈયાર નથી.

જોકે ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે ચીન શાંતિ જાળવવા તૈયાર છે, પરંતુ જ્યાંથી પાછું ખસી જવાનું છે એવા અમુક સ્થળો ખાલી કરવા તૈયાર નથી.

પેંગોગ સરોવરના કાંઠેથી બન્ને દેશોની સેના પાછી હટી ગઈ છે. વચ્ચેનો કેટલોક વિસ્તાર બફર તરીકે ખાલી રખાયો છે. પરંતુ બીજા એવા સ્થળો છે, જ્યાં ચીન-ભારતની સેના કેટલાક મિટરના અંતરે જ સામસામે છે.

પરંતુ લદ્દાખના ઘણા સ્થળોએ ચીની સૈનિકો અગાઉ ન હતા ત્યાં તંબુ તાણીને બેઠા છે, તેનું શું એ સ્પષ્ટતા નથી. ચીની સૈનિકોની હાજરી જ ચીનનો મલિન ઈરાદો સ્પષ્ટ કરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.