24 કલાકમાં 1625 દર્દીઓના મોત,સાજા થનારાનો દર ઘટીને થયો છે 86 ટકા

વર્લ્ડોમીટર મુજબ રવિવારે રાતનાં 12 વાગ્યા સુધીમાં 24 કલાકમાં દેશમાં કુલ 2, 75, 306 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1625 દર્દીઓના મોતથયા છે. એક દિવસમાં કોરોનાના નવા કેસ અને મોત અત્યાર સુધીના સૌથી વધારે છે.

આ પહેલી વારા છે જ્યારે એક દિવસમાં 2.74 લાખથી વધારે નવા કેસનોંધાયા છે. ખાસ વાત એ છે કે ગત કેટલાક દિવસોમાં સંક્રમિતોના આંકડા રોજ નવો રેકોર્ડ નોંધાવી રહ્યા છે

દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 503 લોકોના મોત  મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 161, છત્તીસગઠમાં 170, યુપીમાં 127, ગુજરાતમાં 110, કર્ણાટકામાં  81,પંજાબમાં 68  અને મધ્ય પ્રદેશમાં 66 લોકોના મોત થયા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.