સલાહ / રામ માધવે કહ્યું- ભારત કોઈ ડંપિંગ બજાર નથી, અમેરિકાએ આ વાત સમજવાની જરૂર

નવી દિલ્હી: ભાજપના મહાસચિવ રામ માધવે સોમવારે કહ્યું હતું કે અમારો પક્ષ એવા વિચારોનું સ્વાગત કરે છે કે જે ભારતે પોતાના હિતોની કાળજી રાખી મોટાભાગના દેશો સાથે જોડાવું જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર ભાગીદારીનાં મહત્વકાંક્ષી લક્ષ્યાંક છે. પરંતુ એક વાત કે જે અમેરિકાએ સમજવાની જરૂર છે, તે એ છે કે અમે એક ડંપિંગબજાર નથી.

સરકાર ઈચ્છે છે કે ભારત ઘરેલુ બજાર અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) ને આગળ વધારી ટ્રેડિંગ હબ તરીકે ઉભરીને સામે આવે.નવી દિલ્હીમાં યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ) ને સંબોધિત કરતા માધવે કહ્યું હતું કે રક્ષા, સંચાર, ઉર્જા અને સ્વાસ્થ્ય સેવા મુખ્ય ક્ષેત્ર છે. આજે અમારી પાસે વ્યાપારિક સમજૂતીને ડીલ કરવા માટે સૌથી સારું મગજ ધરાવી છીએ. ચીન ભારતનો નજીકનો પડોશી છે અને અમે વૈશ્વિક તથા ક્ષેત્રિય દબાવોથી ઉપર સમજૂતીને જોવાની જરૂર છે.

માધવે કહ્યું હતું કે જે રીતે ભારત અને ચીન બન્ને આગળ વધી રહ્યા છે, એકબીજાના સ્પર્ધક હોવા અને આ ક્ષેત્રમાં તમામ રીતે સંશાધનોનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે. હું એ સ્પષ્ટપણે કહેવા માગું છું કે આજે ચીન-ભારત સંબંધ અમેરિકા -ભારત સંબંધ કરતાં વધારે સારા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.