છત્તીસગઢના નક્સલ અસરગ્રસ્ત બીજાપુર જિલ્લામાં, શનિવારે સલામતી દળો અને નક્સલીઓ વચ્ચે, ચાલી હતી અથડામણ

છત્તીસગઢના નક્સલ અસરગ્રસ્ત બીજાપુર જિલ્લામાં શનિવારે સલામતી દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી હતી. શનિવારે બપોરે શરૃ થયેલી અથડામણ લગભગ સાંજ સુધી ચાલી હતી.

આ અથડામણમાં પાંચ જવાન શહીદ થઈ ગયા છે જ્યારે ૨૦થી વધુ જવાનો ઘાયલ થયા છે. આ અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ પણ ઠાર થયા છે.

રાજ્યના પોલીસ મહાનિદેશક ડીએમ અવસ્થીએ જણાવ્યું કે શહીદ જવાનોના પાર્થીવ શરીર તર્રેમ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી અંદાજે ૭૫ કિ.મી દૂર સિલગેર ગામ પાસે જોન્નગુડાના જંગલોમાં થઈ હતી. ઘટનાસ્થળેથી બે નક્સલીઓના મૃતદેહ પણ મળ્યા હોવાનું જણાવાય છે.

સુકમા અને બીજાપુર જિલ્લાના સરહદીય જંગલોમાં નક્સલીઓની બટાલિયન નંબર એક સક્રિય છે. તેનો કમાન્ડર હિડમા આ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.

ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ જવાનોની ટૂકડી ક્ષેત્રમાં પહોંચતા જ તેમના પર ગોળીબાર શરૃ કરી દીધો હતો. તેમણે ઉમેર્યું કે, સલામતી દળના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ નક્સલી માર્યા ગયા હોવાના સમાચાર છે. આ અથડામણ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી.

ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જવાબ આપતાં જણાવ્યું કે દેશમાં નક્સલ અસરગ્રસ્ત વિસ્તારોમાં નક્સલી ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગૃહમંત્રાલય મુજબ ૨૦૧૮થી દેશમાં ૮૩૩ નક્સલી ઘટનાઓ નોંધાઈ હતી, જે ૨૦૧૯માં ઘટીને ૬૭૦ અને ૨૦૨૦માં ઘટીને ૬૬૫ થઈ ગઈ.

છત્તીસગઢમાં ૨૦૧૮થી ૨૦૨૦ સુધીના ત્રણ વર્ષમાં ૯૭૦ નક્સલી ઘટનાઓ થઈ હતી, જેમાં સલામતી દળોના ૧૧૩ જવાન શહીદ થઈ ગયા હતા. ૨૦૧૯માં છત્તીસગઢમાં ૨૬૩ નક્સલી ઘટનાઓ નોંધાઈ હતી, જે ૨૦૨૦માં અંદાજે ૨૦ ટકા ઘટીને ૩૧૫ થઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.