બોલિવૂડ એક્ટર સલમાન ખાનની મુશ્કેલીઓ બિગ બૉસ 13 શરૂ થતાં પહેલાં જ વધી છે. એક તરફ તેઓ આજે કાળિયાર શિકાર કેસને લઈને જોધપુર કોર્ટમાં હાજર રહેવાના છે તો અન્ય તરફ તેમને મોતની ધમકી પણ મળી છે.
- આજે કાળિયાર શિકાર કેસમાં જોઘપુર કોર્ટમાં હાજર થશે સલમાન ખાન
- ગત સુનાવણીમાં આજની તારીખ આપવામાં આવી હતી
- સલમાનને અહીં આવે તો મળી છે મોતની ધમકી
સલમાનને મળી છે મોતની ધમકી
16 સપ્ટેમ્બરે ફેસબુક પર એક પોસ્ટની મદદથી સલમાનને મોતની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ગેંગસ્ટર ગૈરી શૂટરે આપી છે. તેનો સંબંધ લોરેંસ બિશ્નોઈ પરિવારથી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈની તરફથી મળેલી ધમકીની સાથે અદાલતમાં આવવાનું મન સલમાને બદલી દીધું છે. સલમાને આ વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અને સાથે નીચલી અદાલતે તેને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે જો આજે સલમાન કોર્ટમાં હાજર નહીં રહે તો તેની જમાનત પણ રદ થઈ શકે છે.
પોલીસે કર્યો સુરક્ષાનો ખાસ બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે પોલીસે સલમાનની સુરક્ષાને લઈને ખાસ બંદોબસ્ત કર્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈની તરફથી મળેલી ધમકીને લઈને સલમાને અદાલતમાં હાજર રહેવાનું ટાળ્યું છે. વકીલ મહિપાલ બિશ્નોઈએ કહ્યું છે કે છેલ્લી સુનાવણીમાં ખાનના વકીલે તેમને અદાલતમાં હાજર રહેવાના બદલે મોખિક ઉપસ્થિતિ ચલાવી હતી. ખાન મે મહિના પછી આવ્યા જ નથી. અને તે સમયે તેમને જમાનત આપવામાં આવી હતી.
બિશ્નોઈ સમાજ હરણની પૂજા કરે છે
ગઈ વખતે લોરેંસ બિશ્નોઈએ સલમાનને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે તેની ધરપકડ કરીને બીકાનેર જેલમાં મોકલવામાં આવ્યો હતો. સૌપૂ ગેંગ હરિયાણા અને રાજસ્થાનના અનેક રાજ્યોમાં ફેલાયેલી છે. જ્યાં બિશ્નોઈ સમાજનું પ્રભુત્વ છે. બિશ્નોઈ સમાજ હરણની પૂજા કરે છે અને સાથે સલમાનની વિરુદ્ધ જોધપુર કોર્ટમાં કેસ ચાલુ છે. તેને કારણે સલમાનની સુરક્ષાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
શું છે કેસ?
વર્ષ 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ સમયે બે કાળિયાર શિકાર કેસ અને અવૈધ હથિયારના કેસમાં સલમાન ખાન પર કેસ ચાલી રહ્યો છે. સલમાન ગઈ વખતે જોધપુર કોર્ટમાં હાજર રહ્યા ન હતા. તેમની આ વર્તણૂંકને લઈને કોર્ટે તેમને ઠપકો આપ્યો હતો. અને કહ્યું હતું કે જો તે આ વખતે હાજર નહીં રહે તો તેમની પર કાર્યવાહી કરવામાં આવશે.
આ બે કેસમાં હાજર થશે સલમાન ખાન
પહેલો કેસ કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલો છે. કાંકાણીમાં કાળિયારના શિકાર માટે 25 એપ્રિલ 2018માં સલમાનને 5 વર્ષની સજા થઈ હતી. સલમાન ખાને આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી. અન્ય કેસમાં 2016માં લોઅર કોર્ટે અવૈધ હથિયારના કેસમાં પણ સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. રાજસ્થાન સરકારે જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં અપીલ કરી છે. આ બંને કેસની સુનાવણી જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં ચાલી રહી છે. જેમાં સલમાને આજે હાજર રહેવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.