બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ચાહકો માટે માઠા સમાચાર છે. દબંગ ખાનને સાપે ડંખ માર્યો છે. પનવેલના ફાર્મહાઉસમાં સલમાન ખાનને રાત્રે સાપ કરડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો છે, તેથી તેના પર ઝેરની ખાસ અસર થઈ નથી. સાપના ડંખ બાદ સલમાન ખાનને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM (મહાત્મા ગાંધી મિશન) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
સારવાર બાદ સલમાન ખાન આજે સવારે 9 વાગે પોતાના પનવેલ ફાર્મહાઉસ પરત ફર્યો હતો. સલમાન ખાનની હાલત ખતરાની બહાર છે અને તે આરામ કરી રહ્યો છે. હાલમાં સલમાન ખાનની હાલત સારી હોવાનું કહેવાય છે અને હાલ તે ફાર્મહાઉસ પર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.