સલમાન ખાનના કેસ પર, હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશની, પીઠ સુનાવણી કરશે

કાળીયાર શિકાર અને આર્મ્સ એખ્ટ કેસ માં કોર્ટમાં હાજર થવાં પહોચ્યા ફિલ્મ એક્ટર સલમાન ખાનની અરજી પર શુક્રવારે સુનાવણી થશે.

આ માટે ગુરુવારે તેણે વકિલનાં માધ્યમથી હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેનાં પર હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશની પીઠ સુનાવણી કરશે.

ગુરુવારે સલમાન ખાન તરફથી અરજી રજૂ કર્ય બાદ હાઇકોર્ટે આ મામલે રાજ્ય અને કેન્દ્ર સકરકારને નોટિસ જારી કરી જવાબ માંગ્યો હતો. કાળીયાર શિકાર એવં આર્મ્સ એક્ટ મામલે સલમાનને 6 ફેબ્રુઆરીનાં જિલ્લા અને સેશન્સ જિલ્લા જોધપુર કોર્ટમાં હાજર રહેવાનું છે. પણ સલમાન ખાન કોર્ટમાં હાજર રહેવાની માંગ લઇને હાઇકોર્ટ પહોંચી ગઇ છે.

સલમાનની હાઇકોર્ટમાં દલીલ- હાઇકોર્ટમાં આ સંબંધિત અરજી રજૂ કરતાં સલમાનનાં વકીલ હસ્તીમલ સારસ્વતે ખંડપીઠને જણાવ્યું કે, કોરોનાને કારણે તેમનાં ક્લાયન્ટને જોધપુર કોર્ટમાં હાજર ન રહેવાની મંજૂરી આપો.જે બાદ મુખ્ય ન્યાયાધીશ ઇંદ્રજીત મહંતી અને ન્યાાયધીસ મનોજ કુમાર ગર્ગની ખંડપીઠે રાજ્ય અને કેન્દ્ર સરકારને પોતાનો પક્ષ રજૂ કરવાં કહ્યું હતું.

જિલ્લા અને સેશન્સ કોર્ટમાં હાજરી માટે 6 ફેબ્રુઆરીનાં ફરી કોર્ટમાં રજૂ થવાનો છે આ વખતે સલમાનને હાજરી માફી મળવાની સંભાવના ઓછી છે. તેતી સલમાન હવે હાઇકોર્ટની શરણમાં પહોચ્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.