એક ન્યૂઝ પોર્ટલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને સ્પષ્ટ કરી દીધુ છે કે તે ફિલ્મને આ વર્ષે જ ઇદ પર રિલીઝ કરવાની હતી પરંતુ લોકડાઉનના માહોલ વચ્ચે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરશે.
સલમાને વધુમાં કહ્યું કે, જો કોરોનાના કેસ વધતા જ રહ્યાં અને લોકડાઉનનો માહોલ આવ્યો તો આ ફિલ્મને 2022માં રિલીઝ કરવામાં આવશે.
અક્ષય કુમારની ફિલ્મ સુર્યવંશીને લઇને પણ જે સંભાવનાઓ હતી તે સાચી પડવા જઇ રહી છે. તે પણ 2022માં જ રિલીઝ થશે તેવુ લાગી રહ્યું છે. જેનું સૌથી મોટુ કારણ છે મહારાષ્ટ્રમાં કોરોનાની આઉટ ઓફ કંટ્રોલ સ્થિતિ. તે રાજ્યમાં થિયેટર્સ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા કડક નિયમ બનાવવામાં આવ્યા છે
કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ શું હશે તે વિશે પણ હજુ જાણકારી મળી શકી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.