બૉલિવૂડના ‘દબંગ’ કહેવાતા સુપરસ્ટાર સલમાન ખાનનો આજે જન્મદિવસ છે, સલમાન ખાન આજે 55 વર્ષનો થઈ ગયો છે. જોકે, સલમાનના જન્મદિવસે તેમના ચાહકોને ખૂબ ઓછી એવી વાત જાણીને મજા આવશે કે તેમના દાદા પણ દબંગ હતા. સલમાનના દાદા પોલીસમાં ડીઆઈજીની ઉચ્ચ પોસ્ટ પર કામ કરી ચુક્યા છે. સલમાન ખાન નહીં ઉજવે આ વખતે જન્મ દિવસ.
સલમાને પોતાની બૂક ‘Being salman khan’માં લખ્યું છે કે વર્ષ 1915માં ઇંદોર સ્ટેટમાં દાદાએ પોલીસ સર્વિસ ઑફ હોલકર જોઈન્ટ કરી હતી. તેઓ સીધા ડીએસપીની પોસ્ટ પર જોડાયા હતા અને ડીઆઈજીની પોસ્ટ પર નિવૃત થયા હતા.
સલમાન ખાન આ વખતે પનવેલમાં હોવાથખી પોતાના ઘરે જન્મદિવસ નહીં ઊજવે. તેણે ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એક નોટિસમાં લખ્યું છે કે,’દર વર્ષે મારા જન્મદિવસના દિવસે ફેન્સનો પ્રેમ અને દુલાર જોવા મળે છે. જોકે, કોરોના વાયરસના પ્રકોપ અને તેના બચાવને ધ્યાનમાં લેતા મારી તમને દરેકને વિનંતી છે કે મહેરબાની કરીને મારા ઘરની બહાર ભીડ જમા ન કરશો. માસ્ક પહેરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો. આ સમયે હું ગેલેક્સીમાં નથી.’
બોલિવૂડના ‘ભાઇજાન’ સલમાન ખાનનો (Salman Khan) 27 ડિસેમ્બરે એટલે આજે 55મો જન્મદિવસ છે. સલમાનના ફેન્સ માટે આ દિવસ કોઈ તહેવારથી ઓછો નથી હોતો અને તે પોતાના ફેમસ એક્ટરને બર્થ ડે વિશ કરવા માટે તેના ઘરની બહાર એકઠા થાય છે. આ વર્ષે સલમાન ખાને ફેન્સને ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એક નોટિસ લગાવીને ખાસ અપીલ કરી છે કે, આ વખતે ઘરની બહાર એકઠાં ન થાય. તેમણે આ નિર્ણય કોરોના વાયરસને (Coronavirus) ધ્યાનમાં રાખીને કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.