સલમાન-સોનાક્ષીના ગુપચુપ લગ્નનો સોશિયલ મીડિયામાં દાવો, જાણો શું છે સત્ય હકીકત

અક્ટર સલમાન ખાન બોલિવુડના મોસ્ટ એલિજિબલ બેચલર છે. સલમાનના ફેન્સ તેમના લગ્નને લઈને ખૂબ એક્સાઈટેડ રહે છે. હવે સલમાનના લગ્નને લઈને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સલમાને સોનાક્ષી સિન્હા સાથે લગ્ન કરી લીધા છે. ફોટોમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા જોવા મળી રહ્યા છે. અને ત્યાં જ સોનાક્ષીની માંગમાં સિંદૂર ભરેલું જોવા મળી રહ્યું છે. જાણીએ આ ફોટો પાછળની સચ્ચાઈ…

સલમાન અને સોનાક્ષીનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બન્નેએ ચોરીછુપે લગ્ન કરી લીધા છે. જોકે આ ફોટો ફોટોશોપ કરવામાં આવ્યો છે. સલમાન અને સોનાક્ષીએ લગ્ન નથી કર્યા. સલમાન ખાન પોતાને સિંગલ કહે છે પરંતુ તેમને ઘણી વખત મિત્ર યુલિયા સાથે સ્પોર્ટ કરવામાં આવ્યા છે. અને એવી અટકળો તેજ છે કે સલમાન અને યુલિયા રિલેશનશિપમાં છે.

ત્યાં જ સોનાક્ષીનું નામ ઝહીર ઈકબાલ સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે સોનાક્ષીએ ઝહીરની સાથે રિલેશનશિપનો ઈનકાર કર્યો છે. દબંગ ગર્લે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે ઝહીરની સાથે રિલેશનમાં નથી. ઝહીર ફક્ત તેનો સારો મિત્ર છે.અને જ્યારે બન્ને કોઈ બીજા સાથે રિલેશનમાં છે તો આ ફોટોનો મજાક કોઈ ફેને કર્યો હોવો જોઈએ.

સલમાનનું નામ યુલિયા પહેલા ઘણા અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. અને જેમાં એશ્વર્યા રાયનું નામ ટોપમાં છે. ત્યાર બાદ સલમાન ખાનની સાથે કેટરીના કેફ, ઝરીન ખાન, જેકલીન ફર્નાડિસ સાથે પણ જોડાઈ ચુક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.