સલમાનના પિતા સલીમ ખાને આપ્યું મોટું નિવેદન, સુન્ની વકફ બોર્ડને આપી ખાસ સલાહ

દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઇટર અને ફિલ્મ નિર્માતા સલીમ ખાને શનિવારે કહ્યું કે અયોધ્યામાં મુસ્લિમોને આપવામાં આવતી પાંચ એકર જમીન પર સ્કૂલ બનાવવી જોઇએ. અયોધ્યા પર આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સલીમ ખાને કહ્યું કે ભારતના મુસલમાનોને મસ્જિદ નથી, સ્કૂલની જરૂરત છે.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણયનો સ્વાગત કરતા બોલિવૂડના ત્રણ અભિનેતાઓ સલમાન, સોહેલ અને અરબાજના પિતાએ કહ્યું કે પેગંબરે ઇસ્લામની બે વાત જણાવી છે. જેમા પ્રેમ અને માફી સામેલ છે. હવે જ્યારે કહાનીનો ધ એન્ડ થઇ ગયો છે તો મુસ્લિમોને આ બે વિશેષતાઓ પર ચાલીને આગળ વધવું જોઇએ. મોહબત્ત વ્યક્ત કરો અને માફ કરો. હવે આ મુદ્દાને ફરીથી ન ઉકેલો. અહીંથી આગળ વધો. સલીમ ખાનની આ અપીલ મુસ્લિમ સમુદાયથી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.