દેશભરમાં કોરોના વાયરસ લોકડાઉન બાદ 8 જુનથી ધાર્મિક સ્થળોને ફરીથી ખઓલવા અંગે તૈયારી ચાલી રહી છે, તિરૂપતિ બાલાજીમાં પણ આ તૈયારી તેની ચરમસીમા પર છે, સરકારી સુચનાઓ મુજબ 8 જુનથી તિરૂપતી બાલાજી મંદિરનાં દરવાજા ખોલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે બાલાજી મંદિર 20 માર્ચથી બંધ છે, 8થી 10 જુન સુધી મંદિરનાં કર્મચારીઓ અને તેમનો પરિવાર જ દર્શન કરી શકશે. તે માટે તેને પણ ઓનલાઇન ટાઇમ સ્લોટ બુક કરવો પડશે, 11 જુનથી સવારે 6.30થી સાંજે 7.30 સુંધી મંદિરમાં સામાન્ય લોકો દર્શન કરી શકશે.
સરકારી સુચનાઓ મુજબ, એક દિવસ કેવળ 6 હજાર લોકો દર્શન કરી શકશે, દરેક કલાકમાં માત્ર 500 લોકોને મંજુરી મળી શકશે. આ સંબંધમાં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે પણ એ સ્પષ્ટ કર્યું છે કે સરકારની ગાઇડલાઇન મુંજબ 10થી ઓછા અને 65થી વધું વયનાં લોકોને દર્શનની પરવાગી મળશે નહીં.
મંદિરમાં કોરોના ટેસ્ટ માટે એક કેમ્પ રાખવામાં આવશે, જેમાં દરરોજ 200 કર્મચારીઓનાં રેન્ડમ ટેસ્ટ થશે. કુલ 6 હજાર લોકોમાં 3 હજાર લોકો વિઆઇપી ટીકિટ પર (300 પ્રતિ વ્યક્તિ) દર્શન કરી શકશે, તે માટે ઓનલાઇન સ્લોટ બુકિંગ 8 જુન સવારે શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.