સરકારી ઓઇલ કંપનીઓએ આજે પણ સામાન્ય જનતાને સસ્તું પેટ્રોલ-ડીઝલ ભરવાની તક આપી છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં સોમવારે પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો.
દિલ્હીમાં આજે પેટ્રોલ 90.40 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ (Diesel Price Today) 80.73 રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર છે.
જો કેન્ર્લ સરકારની એક્સસાઇઝ ડ્યૂટી અને રાજ્ય સરકારોનો વેટ હટાવી દેવાય તો ડીઝલ અને પેટ્રોલના ભાવ લગભગ 27 રૂપિયા પ્રતિ લીટર રહેતો. પરંતુ કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર, બંને કોઈ પણ કિંમત પર ટેક્સ નહીં હટાવી શકે કારણ કે રેવન્યૂનો એક મોટો હિસ્સો અહીંથી આવે છે.
દિલ્હી- પેટ્રોલ 90.40 રૂપિયા અને ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 96.83 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 90.62 રૂપિયા અને ડીઝલ 83.61 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 92.43 રૂપિયા અને ડીઝલ 85.75 રૂપિયા પ્રતિ લીટર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.