ઘરેથી કામ ન કરી શકે તેમને ઓફિસ જવાની મંજૂરી, બુધવારથી વ્યાયામ-રમત માટે જઈ શકાશે
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને દેશમાં લોકડાઉનની અવધિ વધારીને પહેલી જૂન સુધીની કરી દીધી છે. તેમણે દેશમાં લોકડાઉનનો તરત અંત નહીં આવે અને લોકડાઉનને સરળ બનાવવા માટે સરકાર કેટલીક યોજનાઓ પર કામ કરી રહી છે તેમ જણાવ્યું હતું. ટીવી પરના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, “આ સપ્તાહમાં તો લોકડાઉન દૂર નહીં કરી શકાય. તેના બદલે અમે ઉપાયોના સંશોધન માટે શરૂઆતના સાવચેતીના પગલા ભરી રહ્યા છીએ.”
બોરિસ જોનસને જણાવ્યું કે, જે લોકો ઘરેથી કામ નથી કરી શકતા તેમને સોમવારથી ઓફિસ જવાની મંજૂરી આપવામાં આવશે. લોકો બુધવારથી વ્યાયામ અને રમતને લગતી ગતિવિધિઓ માટે બહાર જઈ શકશે પરંતુ તેના માટે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થાય તે જરૂરી છે. તેમણે સ્થાનિક પાર્કમાં તડકામાં બેસવાની, ડ્રાઈવ કરીને બીજા સ્થળે જવાની અને ઘરના સદસ્યો સાથે રમત રમવાની મંજૂરી પણ આપી હતી.
બ્રિટિશ વડાપ્રધાને એક પાંચ-સ્તરીય એલર્ટ સિસ્ટમ રાખી છે જેની મદદથી સરકાર વૈજ્ઞાનિક ડેટાઓનો ઉપયોગ કરીને વાયરસના પ્રસારના દરને મોનિટર અને ટ્રેક કરી શકે તથા તેને ‘R’ દર એવું નામ આપવામાં આવ્યું છે. એલર્ટ સિસ્ટમના લેવલ અંગે જણાવતા તેમણે કહ્યું કે, “લેવલ 1નો મતલબ થાય બીમારી હવે બ્રિટનમાં ઉપસ્થિત નથી રહી. લેવલ 5 સૌથી ગંભીર છે. લોકડાઉન દરમિયાન આપણે લેવલ 4માં રહ્યા. તમારા સૌના ત્યાગ માટે ધન્યવાદ. હવે આપણે લેવલ 3માં ડગ માંડવાની સ્થિતિમાં છીએ.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.