– પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી હતી
દેશના પહાડી વિસ્તારોમાં થઇ રહેલી બેફામ હિમવર્ષાના પગલે સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કશ્મીરમાં તો ઘણાં સ્થળે પારો શૂન્ય ડિગ્રીથી પણ નીચે ઊતરી ગયો હતો. એના પરિણામે આખાય ઉત્તર ભારતમાં જબરદસ્ત ઠંડી ફરી વળી હતી.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ પાટનગર નવી દિલ્હી સહિત ઘણે ઠેકાણે પારો ચાર ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ઊતરી જવાની પૂરી શક્યતા હતી. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંડીગઞઢ અને વાયવ્ય રાજસ્થાનમાં પણ ભીષણ ઠંડી પડવાની શક્યતા હતી. હવામાન ખાતાએ એમ પણ કહ્યું હતું કે 16થી 18 ડિસેંબર વચ્ચે તામિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની શક્યતા હતી.
મહારાષ્ટ્રમાં પણ પહાડી વિસ્તારો જેવી ઠંડી પડવાની શક્યતા હતી. તાપમાન ઘટી જવાથી ઘણાં સ્થળે ગાઢ ધૂમ્મ્સ ફેલાઇ શકે એમ હતું એવું પણ હવામાન ખાતાએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.