હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યનાં દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતનાં અમુક જીલ્લાઓમાં છૂટા છવાયા તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સોમવારે અમદાવાદ શહેરમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. તેમજ આગામી પાંચ દિવસ રાજ્યનાં અમુક જીલ્લાઓમાં છૂટો છવાયો તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. તેમજ પાંચ દિવસ દરમ્યાન રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં ક્યાં જીલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 7 ઓગસ્ટ એટલે કે બુધવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
8 અને 9 ઓગસ્ટનાં દિવસે ક્યાં ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર 8 અને 9 ઓગસ્ટનાં દિવસે નવસારી, વલસડ, દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
તેમજ આગામી બે દિવસ રાજ્યનાં તમામ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.