નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે એક્સટેન્શન નહીં લે. તેમનો કાર્યકાળ આ વર્ષે 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. વાનખેડે ગત વર્ષે સપ્ટેમ્બરથી NCBમાં ડેપ્યુટેશન પર હતા. તેમણે કથિત બોલિવુડ ડ્રગ્સ સિન્ડિકેટનો ભાંડાફોડ કર્યો હતો. આ વર્ષે તેમણે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને એક ક્રૂઝમાંથી ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેઓ સતત લાઇમલાઇટમાં હતા. હાલના દિવસોમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને તેમની વચ્ચે છત્રીસનો આંકડો જોવા મળ્યો. નવાબ મલિકે તેમના પર ઘણા પ્રકારના આરોપ લગાવ્યા. હાલમાં કેસ બોમ્બે હાઇ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચાલો તો એક નજર નાખીએ સમીર વાનખેડેના અત્યાર સુધીના કાર્યકાળ પર.
સમીર વાનખેડેએ ઓગસ્ટ 2020થી ડિસેમ્બર 2020 સુધી 96 લોકોની ધરપકડ કરી છે. આ દરમિયાન 28 કેસ દાખલ કરવામાં આવ્યા. વર્ષ 2021મા તેમણે 234 લોકોની ધરપકડ કરી અને 117 કેસ દાખલ કર્યા. સમીર વાનખેડેએ લગભગ 1000 કરોડ રૂપિયાનું 1791 કિલોગ્રામથી વધારે ડ્રગ્સ જપ્ત કર્યું અને 11 કરોડ રૂપિયાથી વધારાની પ્રોપર્ટી ફ્રીઝ કરી. NCBના ઝોનલ ડિરેક્ટરના રૂપમાં સમીર વાનખેડે એક્ટર સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ કથિત રીતે બોલિવુડ હસ્તીઓને સામેલ કરનારા ડ્રગ્સ સિન્ડિકેટ વિરુદ્ધ કાર્યવાહીમાં સામેલ હતા.
આ વર્ષે ઓક્ટોબરમાં સમીર વાનખેડેના નેતૃત્ત્વમાં એક ટીમે મુંબઈ તટ પર કોર્ડેલિયા ક્રૂઝ શિપમાં છાપેમારી દરમિયાન કથિત રીતે ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારબાદ તેમણે એક્ટર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની કેટલાક અન્ય લોકો સાથે ધરપકડ કરી. વર્ષ 2008 બેચના ભારતીય કરવેરા સેવાના અધિકારી સમીર વાનખેડે મુંબઇમાં કેન્દ્રીય કરવેરા ગુપ્ત નિર્દેશલયમાં જોઇન્ટ કરવા પહેલા દિલ્હી સ્થિત કેન્દ્રીય તપાસ એજન્સી NIAમા કાર્યરત હતા. જ્યાં તેમણે આતંકવાદ સાથે જોડાયેલા ડઝનો કેસનું સમાધાન કર્યું અને કેટલાક આતંકીઓની ધરપકડ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
સમીર વાનખડેની ટીમે જ આતંકી સંગઠન ISISનો આતંકી આરિબ મજીદની ધરપકડ કરી હતી. આ આરિબ મજીદ એ જ શખ્સ છે જે ઈરાક અને સીરિયામાં જિહાદી આતંકીઓનો સાથ આપવા માટે ભારતીય યુવકોનું સિલેક્શન કરતો હતો. નવાબ મલિકે સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો કે તેમનો એક મુસ્લિમ પરિવારમાં જન્મ થયો પરંતુ નકલી જાતિ પ્રમાણપત્રના આધાર પર અનુસૂચિત જાતિના કોટામાં નોકરી લઈ લીધી. સમીર વાનખેડેએ આરોપથી ઇનકાર કર્યો અને તેમના પિતાએ નવાબ મલિક વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.