મહારાષ્ટ્ર (MAHARASHTRA) કેસની તપાસ કરી રહેલા એનસીબીના (NCB) ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે (SAMIR WANKHEDE) નકલી સર્ટિફિકેટ (FAKE CERTIFICATE) ને કારણે ચર્ચામાં રહ્યાં હતા. હવે આ સમયે તેમની પત્ની (WIFE) ક્રાંતિ વાનખેડે (KRANTI WANKHEDE) ટ્વિટર એકાઉન્ટ પર વાનખેડે નો એક બર્થ સર્ટિફિકેટ શેર કર્યું છે.
જે ઓરીજનલ હોવાનો દાવો પણ તેઓ એ કર્યો છે. જોકે થોડા સમયમાં જ આ ટ્વીટ ને ડીલીટ કરી દેવામાં આવ્યું હતું.
નવાબ મલિકે એક બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું છે. અને સાથે દાવો કર્યો છે કે આ બર્થ સર્ટિફિકેટ સુમિત વાનખેડેમાં છે. તેમાં પિતાનું નામ દાઉદ ક. વાનખેડે લખ્યું છે. તેમાં ધર્મની જગ્યાએ મુસ્લિમ લખ્યું છે. આ પછી સમીર વાનખેડે ની પત્ની એ બર્થ સર્ટિફિકેટ શેર કર્યું હતું.
આ પહેલા પણ સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારના આરોપો લગાવાયા હતા. આ આરોપ ક્રૂઝ કેસના એક હાજર વ્યક્તિએ આપ્યા હતા. કિરણ ગોસાવીના બોડીગાર્ડ રહી ચૂકેલા પ્રભાકર સેલે આ આરોપ લગાવ્યા હતા. દાવો કરાયો હતો કે શાહરુખ ખાનના દિકરાને છોડવા માટે ૨૫ કરોડની ડીલ પર વાત થઈ હતી.
પછી તે ૧૮ કરોડમાં ફાઈનલ થઈ હતી. જેમાંથી ૮ કરોડ સમીર વાનખેડેને મળવાનાં હતાં. રામદાસ અઠાવલે સમીર વાનખેડે પરના આરોપોને આધારહીન ગણાવ્યાં અને કહ્યું કે એક દલિત અધિકારીને નિશાન બનાવવું યોગ્ય નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.