આ ડિસ્કાઉન્ટ ઓફર 22 ડિસેમ્બર સુધી જ માન્ય છે
સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ અને એક્સક્લુઝિવ સ્ટોર પરથી ખરીદી કરવા પર જ આ લાભ મળશે
જો તમે નવા નોન ચાઈનીઝ સ્માર્ટફોનની શોધમાં છો તો સેમસંગ તમારા માટે એક ધમાકેદાર ઓફર લઈને આવી છે. સેમસંગ તેની પ્રીમિયમ 5G સિરીઝ પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ, એક્સક્લુઝિવ સ્ટોર અને ઈ કોમર્સ પરથી ગેલેક્સી S21ની ખરીદી કરવા પર ગ્રાહકોને 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જોકે અલ્ટ્રા વેરિઅન્ટ પર કંપની આવી કોઈ ઓફર આપી રહી નથી. આ ઓફર માત્ર 22 ડિસેમ્બર સુધી જ વેલિડ રહેશે.
આ વેરિઅન્ટ પર કંપની 10,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક આપી રહી છે. કેશબેક બાદ કરતા ફોનનાં બેઝિક 128GB વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા થઈ છે. આ સાથે જ ICICI બેંકના ગ્રાહકોને 5000 રૂપિયાનું કેશબેક અથવા અપગ્રેડ બોનસ મળશે.
ગેલેક્સી S21+
આ ફોન પર પણ કંપની 10,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સાથે જ ફોનની ખરીદી ICICI કાર્ડથી કરવા પર એક્સ્ટ્રા 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ડિસ્કાઉન્ટ સાથે ફોનની કિંમત 61,999 રૂપિયા થઈ છે.
સેમસંગ ગેલેક્સી S21 સિરીઝની ખાસિયતો
આ બંને સ્માર્ટફોનમાં 5G નેટવર્ક, સ્નેપડ્રેગન પ્રોસેસર અને FHD AMOLED ડિસ્પ્લે મળે છે.
બંને ફોનમાં 64MP+12MP+12MNPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ, બ્લૂટૂથ, USB સહિતના ઓપ્શન મળે છે.
ગેલેક્સી S21માં 4000mAh અને ગેલેક્સી S21+માં 4800mAhની બેટરી મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.