સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા 200 મેગાપીક્સલ કેમેરા સાથે થઈ શકે છે લોન્ચ…

મોબાઇલના નવા-નવા વર્ઝન આવતાંની સાથે જ એમાં કેમેરાને પણ અપગ્રેડ કરવામાં આવે છે. અત્યાર સુધી મોબાઇલમાં 108 મેગાપિક્સલનો કેમેરા આવી ગયો છે અને આ કેમેરા બાદ એમાં વધુ મેગાપિક્સલનો સમાવેશ કરવામાં આવશે કે નહીં એ ઘણાંને સવાલ હશે. જોકે હવે કંપનીઓ 200 મેગાપિક્સલનો કેમેરાનો સમાવેશ કરવા માટે તૈયાર છે. આટલા મેગાપિક્સલનો કેમેરા સેન્સરનો ઉપયોગ મોટોરોલા અને શાઓમીમાં દ્વારા ઘણો કરવામાં આવે છે. જોકે હવે સેમસંગ પણ સ્પેશ્યલ 200 મેગાપિક્સલના કેમેરા સેન્સર પર કામ કરી રહ્યું છે.

આ કેમેરાનો ઉપયોગ તે તેના અલટ્રા ફ્લેગશિપ મોબાઇલમાં કરતો જોવા મળશે અને આ વિશે હજી સુધી કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં નથી આવી, પરંતુ સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રામાં 200 મેગાપિક્સલ કેમેરાનો સમાવેશ કરી શકે છે.

જાણીતા ટિપસ્ટર આઇસ યુનિવર્સે કહ્યુ છે કે સેમસંગ તેના આગામી ગેલેક્સી S23 અલ્ટ્રા ફ્લેગશિપ સ્માર્ટફોનમાં નવા 200 મેગાપિક્સલ કેમેરા સેન્સરનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. સેમસંગ એને ISOCELL HM2 નામ આપી શકે છે. આ તેમનું અત્યાર સુધીનું સૌથી બેસ્ટ સેન્સર હોઈ શકે છે અને સેમસંગ પહેલેથી જ ISOCELL HM1 અને ISOCELL HM3 સેન્સર વેચી રહ્યું છે. બન્નેને 200 મેગાપિક્સલ પર રેટ કરવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા માટે હાલમાં કંપની તેના મોડલ પર કેમેરા અપગ્રેડ કરવા માટે શેપ બનાવી રહ્યું છે. અને અગાઉના સમાચાર પ્રમાણે સેમસંગ પેરિસ્કોપ કેમેરા માટે દસ મેગાપિક્સલ સેન્સરનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે, એવું નથી કે સેમસંગ ગેલેક્સી S22 અલ્ટ્રાના દસ મેગાપિક્સલ કેમેરાનો પિરસ્કોપ કેમેરા ખરાબ છે. જોકે સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રાના કેમેરાની ક્વોલિટીમાં સુધારો કરવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા વિશે વધુ જાણકારી આપવામાં નથી આવી. સેમસંગે આ વર્ષે ગેલેક્સી S23 અલ્ટ્રાનું વેચાણ વધુ કર્યું છે તેમજ કંપનીના ડેટા તરફથી જાણવા મળ્યું છે કે સેમસંગ ગેલેક્સી S22 અલ્ટ્રા તેમના સૌથી વધુ વેચાણ થતાં ફોનમાનો એક છે. ગેલેક્સી S21 અલ્ટ્રાનો અપડેટ ગેલેક્સી S22 અલ્ટ્રા એસ પેન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે, એ ફોનનો અપડેટ સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.