Samsung ભારતમાં એક નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. Galaxy F23 5G ભારતમાં 8 માર્ચે લોન્ચ કરવામાં આવશે.અને Samsungના મુજબ Galaxy F23 5Gનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટના માધ્યમથી કરશે.
Samsungએ Galaxy F23 5G ના સ્પેસિફિકેશન્સ વિશે માહિતી આપી છે. 8 માર્ચે આ સ્માર્ટફોન બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. Galaxy F23 5Gમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવશે, આ સ્માર્ટફોનમાં Qualcomm Snpdragon 750G ચિપસેટ આપવામાં આવશે અને સ્ક્રીન રેઝોલ્યૂશન ફૂલ HD પ્લસ રહેશે.
Galaxy F23 5Gમાં ગોરીલા ગ્લાસ 5ની પ્રોટેક્શન રહેશે, તેનામાં વોટર ડ્રોપ નોચ પણ જોવા મળશે. રિપોર્ટસ પ્રમાણે આ સ્માર્ટફોનની કિંમત 20 હજાર સુધી રહી શકે છે. અને જો એવું થયું તો આ સેગમેન્ટના બીજા સ્માર્ટફોન્સને બરાબરીને ટક્કર મળી શકે છે.
120 Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોન સામાન્ય રીતે 20 હજારથી ઉપરના હોય છે, કેમેરાની વાત કરવામાં આવે તો Galaxy F23 5Gમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ આપવામાં આવશે. આ ઉપરાંત 2 મેગાપિક્સલનું માઈક્રો લેન્સ રહેશે. 8 મેગાપિક્સલનું એક અલ્ટ્રા વાઈડ લેન્સ પણ આપવામાં આવશે. Galaxy F23 5Gમાં 3.5mm હેડફોન જેક આપવામાં આવશે, ચાર્જિંગ માટે USB ટાઈપ સીનો સપોર્ટ છે. અને કંપનીના અનુસાર આગામી સમયમાં Galaxy M23 પણ લોન્ચ કરવામાં આવશે.
Galaxy F23 5Gની વાત કરવામાં આવે તો આનું ડિઝાઈન Samsungના બીજા મિડ રેન્જ સ્માર્ટફોન જેવું જ છે, પણ આની ડિઝાઈનમાં થોડો ચેન્જ જોવા મળશે. Galaxy F સિરીઝના કેમેરા મોડલમાં પણ થોડો બદલાવ કરવામાં આવી રહ્યો છે. જો કે, પ્લાસ્ટિક બેક પણ આપવામાં આવશે. ડિસ્પ્લેમાં બેજ્લ્સ જોવા મળી શકે છે.Galaxy F23 5Gની કિંમત શું હોઈ શકે છે? તે મહત્વની વાત છે કે, કેમ કે કંપની તેને બજેટથી મિડ રેન્જ સેગમેન્ટમાં રાખવા જ ઈચ્છશે. અને એટલે જ આશા રાખવામાં આવી રહી છે કે, આની કિંમત 20 હજાર રૂપિયાની અંદર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.