સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, મેજર જનરલ સહિત ત્રણને ડિફેન્સ ભ્રષ્ટાચાર કેસમાં ચાર વર્ષની કેદની સજા

દિલ્હીની એક કોર્ટે 2000-01ના કથિત ડિફેન્સ કરપ્શન કેસમાં સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જયા જેટલી અને અન્ય બે લોકોને ચાર વર્ષની સજા સંભળાવી છે. વિશેષ સીબીઆઈ ન્યાયધિશ વીરેન્દ્ર ભટ્ટે જયા જેટલીના પૂર્વ પાર્ટી સહયોગી ગોપાલ પચેરવાલ, મેજર જનરલ(સેવાનિવૃત્ત) એસપી મુરગઈને પણ ચાર વર્ષની કેદની સજા સંભળાવી છે. મુરગઈના વકિલ વિક્રમ પંવારે આ જાણકારી આપી.

કોર્ટની કાર્યવાગી બંધ રૂમમાં થઈ. ત્રણેય દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો અને તેમણે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આત્મ સમર્પણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્રણેયને હાથથી ચલાવવાના થર્મલ ઈમેજર્સની કથિત ખરીદના મામલે ભ્રષ્ટાચાર તથા ગુનાહિત ષડ્યંત્ર રચવાના દોષિત ઠેરવવામાં આવ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.