સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફોટા-વીડિયો પણ સમાચાર બની રહ્યા છે. જે પાછળની હકીકત શું એ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવે છે.
છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી તસવીર વાયરલ થઈ રહી છે. જે જોઈને સૌ કોઈ ચોંકી જશે. ફ્લોરિડાના એક બીચ પર જ્યારે એક મહિલાએ એક મૃતદેહ જોયો ત્યારે એના પણ થોડી ક્ષણ માટે હોશ ઊડી ગયા. પછી તેણે મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો. હિંમત કરીને જ્યારે મહિલા મૃતદેહની નજીક પહોંચી ત્યારે વાસ્તવિકતા અલગ નીકળી. જ્યારે હકીકત જાણી ત્યારે ચોંકી ગઈ. કારણ કે સમુદ્ર કિનારે પડેલા મૃતદેહની હકીકત કંઈક અલગ સામે આવી
ભયભીત કરનારી આ તસવીરને તા.16 નવેમ્બરના રોજ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી. જેને જોઈને અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, આ તસવીર જોઈને હું પણ ડરી ગયો હતો. ખબર નહીં એ મહિલાના શું હાલ થયા હશે? જોકે, આ તસવીર જોતા જાણે કોઈ જવાન ઊંધો સૂઈ રહ્યો હોય એવું લાગે છે. જ્યારે એનું માથું જવા મળતુ નથી. દૂરથી જોતા આ મૃતદેહ લાગે છે પણ હકીકતમાં આ એક પૂતળું છે. જયારે એક યુઝરે ત્યાં સુધી લખ્યું કે, તે ડેકોરેશન માટે આ વસ્તુને પોતાના ઘરે લઈ જવાનું પસંદ કરશે.
આ ઘટનાની વિગત તથા ફોટો ocean hour નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યા છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, એક સ્વયંસેવક કેથલીનના ફ્લોરિડાના પેરિડો બીચ પર આવેલી ઈન્ટરકોસ્ટલ સાઈડ પર ફરી રહી હતી ત્યારે આ મૃતદેહ એની નજરે ચડ્યો હતો. ત્યાર બાદ તેણે પોલીસને ફોન કર્યો હતો. પણ પછી જાણવા મળ્યું કે, એ કોઈ મૃતદેહ નહીં પણ એક પૂતળું હતું. જેના પર સમુદ્રી કચરો જામી ગયો હતો. આવી ભયાનક તસવીર જોઈને ભલભલો માણસ એક વખત તો ડરી જાય એ સમજી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.