સુંદર અને ડાઘ વગરની ત્વચા માટે આપણે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જેમાં સૌથી વધુ વપરાતી વસ્તુ છે ચંદન.ચંદન ત્વચાને સંબંધિત ઘણી સમસ્યા દૂર કરે છે.
જો તમારી ત્વચા શુષ્ક છે.તો તમારા માટે ચંદનનાં પાવડરને બદલે ચંદનના તેલનો ઉપયોગ કરવો. સાફ અને સ્વચ્છ ત્વચા માટે એક બાઉલમાં ચંદન પાવડર લો. પછી એક ચમચી બેસન, એક નાની ચમચી હળદર અને પૂરતું ગુલાબજળ ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવો. ચહેરા પર સારી રીતે ધોઈને સાફ કરો અને પછી આ પેસ્ટ લગાવો. તેને થોડા સમય માટે રહેવા દો. જયારે સુકાઈ જાય પછી તેને ધોઈ લો. તમે આ રોજ લગાવી શકો છો. તમને થોડા અઠવાડિયામાં જ ફરક દેખાશે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
એક બાઉલમાં એક નાની ચમચી ચંદન પાઉડર લો.તેમાં એક નાની ચમચી સંતરાની છાલનો પાવડર અને પૂરતા પ્રમાણમાં ગુલાબ જળ ઉમેરો અને પેસ્ટ બનાવો. હવે ચહેરા ધોઈને આ પેક લગાવો સૂકાઈ જાય એટલે પાણીથી ધોઈ લો તેનાથી એક ક્ષણમાં ચહેરો ચમકી ઉઠશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.