પાકિસ્તાન પહેલાથી જ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે. પરંતુ ગત મહિનાથી એટલે ઓકટોબરથી ચીનની મોંઘવારી દર 8 વર્ષથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઇ છે. ચીનમાં ગ્રાહક પ્રાઇસ ઇંડેક્સ ઓક્ટોબરમાં સૌથી વધારે ઝડપથી વધ્યો છે. ચીનની મોંઘવારી દરમાં આટલા ઝડપી પોર્કની કિંમતોમાં અચાનક ઉછાળાના કારણથી થઇ છે.
અધિકારીક આંકડાઓ મુજબ, આફ્રીકન સ્વાઇન તાવના કારણથી પોર્કની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. છૂટક મોંઘવારી દરને માપવાના એક પ્રમુખ તરીકે ગ્રાહક પ્રાઇસ ઇન્ડેક્સ ઓક્ટોબર મહિનામાં 3.8 ટકા રહ્યો. સુત્રો અનુસાર ચીનમાં સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી દર 3 ટકા હતો. ઓકટોબર મહિનામાં મોંઘવારી દર જાન્યુઆરી 20112 બાદ સૌથી વધારે રહ્યો છે.
ચીન સરકાર દ્વારા આ આંકડાને રજૂ કરતા પહેલા પણ રિપોર્ટમાં અહીંની મોંઘવારી દર 3.4 ટકાથી વધવાનો અનુમાન લગાવવામાં આવ્યું હતું. ગત એક વર્ષમાં ચીનમાં પોર્કની કિંમતોમાં બમણાથી પણ વધારે નફો થયો છે. ઓગસ્ટ 2018માં સ્વાઇન તાવ બાદ પોર્કની કિંમોતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે જ ચિકન, ડક અને ઇંડા સહિતની વસ્તુઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.