ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોનો જુસ્સો જબરદસ્ત છે. એવા ઘણા લોકો હશે જે જાણતા હશે અને ઘણા એવા હશે જેઓ જાણતા નહિ હોય કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી હતી. સચિન તેંડુલકર તરફથી મળેલી આ ખાસ ગિફ્ટ સાનિયા મિર્ઝાના મગજમાં આજ સુધી એક સુંદર સ્મૃતિ બની રહી છે.ઘણા વર્ષો પહેલા સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તરફથી મળેલી આ ભેટની પ્રથમ યાદ મારા મગજમાં તે સમયથી છે જ્યારે મેં જુનિયર વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતું. જુનિયર વિમ્બલ્ડન જીત્યા પછી, તેણે મને ઓટોગ્રાફ કરેલ પીળો ફિયાટ પાલિયો આપ્યો. સાનિયા મિર્ઝાએ જણાવ્યું કે જ્યારે તેને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તરફથી આ કાર ભેટમાં મળી ત્યારે તે માત્ર 15 વર્ષની હતી અને સચિન તેંડુલકર તેને ઓળખતો પણ નહોતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.