સંજય રાઉતનો દાવો-મહારાષ્ટ્રની ઠાકરે સરકાર તોડવાની તૈયારી કરવામાં આવી રહી છે

શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે આગામી ઓક્ટોબર સુધીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર તોડવાની કોશિશ કરી રહ્યું છે. સંજય રાઉતે આ મુદ્દે શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાના આર્ટિકલમાં આ દાવો કર્યો છે.

સંજય રાઉતે આરોપ લગાવતા રાજ્યપાલ દ્વારા નિયુક્ત ધારાસભ્યની પ્રક્રિયાને લઈને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને ઠાકરે સરકાર વચ્ચે સંઘર્ષના નવા અધ્યાયનો હવાલો આપ્યો છે. સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે રાજ્યપાલ સરકારની ભલામણને તત્કાલિક મંજુરી આપવાના પક્ષમાં નથી. રાજ્યપાલે અપ્રત્યક્ષરૂપથી સરકારને આગામી બે મહિના માટે ભલામણ નહી મોકલવાના સંકેત આપ્યા છે.

રાજ્યપાલનો મત છે કે કોરોનાના સંકટકાળમાં ધારાસભ્યની નિયુક્તિ પ્રક્રિયા કરવી યોગ્ય નથી. તેવામાં રાજ્યપાલ સપ્ટેમ્બર 12 વિધાન પરિષદના સભ્યોની નિયુક્તિ ટાળવાનું મન બનાવી ચુક્યા છે અને શિવસેને તેને ભાજપની સરકાર તોડવાની તૈયારીના સંકેત ગણાવે છે.

સુત્રો પ્રમાણે રાજ્યપાલ છેલ્લા ત્રણ દિવસોથી અપ્રત્યક્ષ રીતે સરકારને તે સંકેત આપી રહ્યાં છે. ગવર્નરનો વિચાર છે કે કોરોનાના કારણે હાલની સ્થિતિ રાજ્યપાલ નિયુક્ત ધારાસભ્યોની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે અનુકુળ નથી. તેથી તે સ્પષ્ટ છે કે ગવર્નર આગામી બે મહિના એટલે કે સપ્ટેમ્બર સુધી સરકારની ભલામણોને સ્વિકાર નહી કરે.

સંજય રાઉતનો આરોપ છે કે, નિયુક્તિની પ્રક્રિયાને ટાળવામાં આવી રહી છે જેથી જો ભાજપ મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ કરવામાં સફળ થાય તો તમામ 12 સભ્યો ભાજપના હશે.

રાઉતે રાજ્યપાલની ભૂમિકાની ટીકા કરતા કહ્યું કે, જો આ જાણકારી સાચી છે તો 12 સભ્યોની નિયુક્તિ ઓક્ટોબર સુધી વધાવાનો શું હેતુ છે. ઓક્ટોબર મહીનો કેમ? એવી અફવા છે કે મહારાષ્ટ્રમાં વર્તમાન સરકાર ઓક્ટોબર સુધી તોડી પાડવામાં આવશે. ભાજપ ઓપરેશન કમલ શરૂ કરશે. કરવા દો. ભાજપના ડોક્ટર હોમિયોપેથી કે આયુર્વેદિક ડોક્ટર છે. તે પહેલાં જાણવું પડશે. તેમના સર્જને ઓપરેશન કરવા માટે લાંબી રાહ જોવી પડશે. ઓછામાં ઓછું પાંચ વર્ષ, પરંતુ તેવું નથી અને જો કોઈ રાજ્યપાલના નામ પરર રાજનીચિ કરી રહ્યાં છે તો રાજ્યપાલે પોતે તેને રોકવું જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.