મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના, કોંગ્રેસ અને NCP સાથે મળીને સરકાર બનાવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે હવે શિવસેનાના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે, ત્રણેય પાર્ટીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સરકાર બનાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાઉતે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે 5 નહીં આગામી 25 વર્ષ સુધી શિવસેનાનો CM રહે.
- અમારી સાથે જોડાયેલ લોકો પાસે સરકાર ચલાવવાનો અનુભવ
શિવસેના-NCP-કોંગ્રેસ વચ્ચે ચાલી રહી છે વાતચીત
શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવાના પ્રયત્નો વચ્ચે જણાવ્યું છે કે ત્રણેય પાર્ટીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સરકાર બનાવાનો કોમન ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. સરકારકોમન મિનીમમ પ્રોગ્રામ પર ચાલશે.
સંજય રાઉતે કોંગ્રેસના કર્યા વખાણ
સરકાર રચવાને ચાલી વાતચીત દરમિયાન તેમણે કોંગ્રેસના વખાણ પણ કર્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે, અમારી સાથે જોડાયેલા લોકો પાસે સરકાર ચલાવવાનો ખુબ અનુભવ છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓનો આઝાદીના સમયે યોગદાન રહ્યો છે. યશવંત ચૌહાણે મહારાષ્ટ્રની નીવ રાખી હતી
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે
કોંગ્રેસ-શિવસેના-NCP વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનવવાને લઇને કોમન ડ્રાફ્ટ તૈયાર થયો હોય તેવી જાણકારી સામે આવી રહી છે. ત્યારે રાઉતે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનશે તો શિવસેનાના નેતૃત્વમાં જ બનશે. ત્યાર બાદ તેમણે 5 વર્ષ સુધી શિવસેનાના સીએમને લઇને રાઉતે જણાવ્યુ કે, આગામી 25 વર્ષ સુધી શિવસેનાનો સીએમ રહેશે. અમારી સરકાર આવવા અને જવા વાળી સરકારમાંથી નથી. શિવસેના વર્ષોથી મહારાષ્ટ્રમાં કામ કરે છે. શિવસેના પહેલાથી જ ખેડૂતોની સાથે મળીને કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.