સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, સઈ માંજેકર અને અરબાઝ ખાનની ફિલ્મ દબંગ-3 આ શુક્રવારે રીલિઝ થઈ છે. હાલમાં જ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર વાત કરતાં કરતાં તેણે નાગરિકતા એક્ટ વિશે વાત કરી હતી. તેનું કહેવું છે કે દબંગ-3ની કમાઈ કરતાં નાગરિકતા એક્ટનો મુદ્દો દેશ માટે વધારે મહત્વનો છે.
સોનાક્ષીએ કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે આખા દેશમાં શું ચાલી રહ્યું છે. મારૂ માનવું છે કે લોકો જાણે છે કે શું મહત્વપુર્ણ છે. પરંતુ ઈમાનદારીથી કહું તો હું ફિલ્મને લઈ દર્શકોની પ્રતિક્રિયાથી ઘણી ખુશ છું. આ સમયે આખો દેશ નાગરિકતાના મુદ્દે એક થઈ ગયો છે. આ મુદ્દો ફિલ્મ કરતાં વધારે મહત્વપુર્ણ છે.
દબંગ-3ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 24.75 કરોડની કમાણી કરી હતી. તેમજ બીજા દિવસે શનિવારે 24.75 કરોડ કમાયા. એ રીતે બે દિવસમાં 49.25 કરોડ પાસે આંકડો પહોંચ્યો છે. તરૂણ આદર્શ પ્રમાણે સલમાને પહેલા દિવસે પોતાની જ 7 ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.