KGF Chapter 1 એવી ફિલ્મ હતી જેણે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક નવા જ મુકામ પર પહોંચાડી દીધી. આ ફિલ્મે દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું અને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા હાંસલ કરી હતી. જેથી હવે લોકો તેના બીજા ભાગ કેજીએફ ચેપ્ટર 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
ફિલ્મનું ટીઝર રિલીઝ થવામાં હજી બે દિવસ બાકી છે. જેથી દર્શકોની આતુરતા વધારવા માટે સંજય દત્તે પોતાના રોલથી સંબંધિત એક પોસ્ટર શેર કર્યો છે.
આના કેપ્શનમાં સંજય દત્તે લખ્યું- અધીરાને રજૂ કરવા માટે હજુ 2 દિવસ….હવે સંજય દત્તની આ તસવીર અને કેપ્શન જોઈને લોકો સતત કમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઈ કહી રહ્યું છે કે સર વેટ નથી થઈ રહ્યું, તો અન્ય યુઝર લખી રહ્યાં છે આ દિવસો કઈ રીતે પસાર થશે સર.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.