સંકટની આ ઘડીમાં મારી સંવેદના તથા દુઆઓ તમારી સાથે છે. તમે બધા તમારું ધ્યાન રાખો: આમિર ખાનની કોરોનાવાઈરસને લઈ સલાહ

મુંબઈઃ આમિર ખાનના ચાહકો ચીનમાં બહોળા પ્રમાણમાં છે. આમિર ખાને કોરોનાવાઈરસને લઈને ચીનના ચાહકોને વિનંતી કરતો એક વીડિયો હાલમાં રિલીઝ કર્યો હતો. આ વીડિયોમાં આમિર ખાન ચીનના ચાહકોને સરકારે આપેલી સૂચનાનું કડક રીતે પાલન કરવાનું કહે છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં આમિર ખાનની ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ તથા ‘દંગલ’ સુપરહિટ રહી હતી.

આમિર ખાને વીડિયોમાં કહ્યું હતું, ‘ચીનમાં રહેલા મારા તમામ મિત્રોને નમસ્કાર. જ્યારથી મેં ત્યાં કોરોનાવાઈરસના કહેર અંગે સાંભળ્યું છે, ત્યારથી હું ઘણો જ ચિતિંત છું. હું મારા કેટલાંક મિત્રોના સંપર્કમાં છું અને આ આફતને લઈ મારા દિલમાં ઘણી જ પીડા થઈ રહી છે. આ બીમારીને કારણે પોતાના પ્રિયજનો ગુમાવનાર લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.’

વધુમાં આમિર ખાને કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે આ સમય એકદમ મુશ્કેલભર્યો છે. મને વિશ્વાસ છે કે તંત્ર આ પરિસ્થિતિને દૂર કરવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે અને આ સમય આપણે આપણું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ અને તંત્રે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરીએ.’આમિર અંતમાં કહે છે, ‘હું આશા તથા પ્રાર્થના કરું છું કે ચીનમાં બધું જલ્દીથી સામાન્ય થઈ જાય. સંકટની આ ઘડીમાં મારી સંવેદના તથા દુઆઓ તમારી સાથે છે. તમે બધા તમારું ધ્યાન રાખો. સલામત રહો અને સ્વસ્થ રહો.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.