દિલ્હીમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.
આ સંક્રમણનો દર 15. 92 ટકા થઈ ગયો છે. આ સંક્રમણનો દર અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ત્યારે રાજધાનીમાં દર્દીઓના મોતની સંખ્યા 30 નવેમ્બર બાદ સૌથી વધારે છે. આ 30 નવેમ્બરે 108 મોત થયા હતા. આ સાથે રાજધાનીમાં મોતનો આંકડો 11540 થઈ ગયો છે.
સક્રિય મામલાની સંખ્યામાં સૌથી મોટો આંકડો છે. ત્યારે રાજધાનીમાં હોમ આઈસોલેશનના આંકડા 24 કલાકમાં 1 હજારને પાર થઈ ગયા છે. જે 24, 155 દર્દી છે. સક્રિય દર્દીઓના દરની વાત કરીએ તો તે 6.61 ટકા છે. 27 નવેમ્બર 2020થી સક્રિય દર્દીઓનો દર 6. 84 ટકા હતો. દિલ્હીમાં રિકવરી દર ઘટીને 91.88 ટકા થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.