સંક્રમિતોની સંખ્યા ઘટાડવા પ્રયાસ,જાહેરમાં નહીં ઉજવી શકાય હોળી

BMCએ ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે સંક્રમિતોની સંખ્યા ઘટાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથે જ મુંબઈમાં 28-29 માર્ચે જાહેરમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મુક્યો છે.

લોકોને માસ્ક લગાવવા માટે જાગરુક કરવા માટે મુંબઈ લોકલના સીએસટી સ્ટેશન પર સ્ટોલ લગાવાયા છે. અહીં પ્લાસ્ટિક અને બોટલ આપીને બદલામાં માસ્ક આપવામાં આવે છે.

રાજ્ય સરકાર એ વાત પર પણ ભાર મૂકી રહી છે કે વધારે ને વધારે લોકો માસ્ક પહેરે અને ઘરથી બહાર નીકળીને ભીડ કરવાનું ટાળે. સરકાર એ લોકોને દંડ કરી રહી છે જે વિના માસ્ક ઘરની બહાર ફરી રહ્યા છે.

કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. અહીં ટેસ્ટિંગને વધારવાનો નિર્ણય લેવાયો છે. અહીં રિકવરી રેટ 88.73 ટકાનો રહ્યો છે.

મુંબઈમાં હવે રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારી ઓફિસ,બજારો અને પર્યટન સ્થળો, બસ સ્ટોપ્સ,ફૂડ સ્ટ્રીટ શોપિંગ મોલ્સ રેલવે સ્ટેશનમાં ટેસ્ટ કરવામાં આવશે. શહેરમાં ટેસ્ટ ફરજિયાત કરી દેવાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.