સાંસદો-ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસોમાં કોઇ પ્રગતિ નથી : સુપ્રીમ

વર્તમાન અને પૂર્વ સાંસદો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોના નિકાલ માટેની પ્રક્રિયામાં કોઇ ખાસ સુધારો જોવા મળ્યો નથી તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. સુપ્રીમે આજે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને આ કેસોના નિકાલ માટે વિશેષ કોર્ટોની રચના કરવા માટેનો એકશન પ્લાન રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.

ેસુપ્રીમ કોર્ટ ઇચ્છે છે કે સાંસદો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવે. ન્યાયમૂર્તિ એન વી રમાણાના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર આ મુદ્દે નિર્દેશ આપવામાં આવ્યા હોવા છતાં આવા કેસોના નિકાલમાં ેખાસ કોઇ પ્રગતિ જોવા મળી નથી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં 2016માં પણ એક આદેશ પસાર કર્યો હતો અને સાંસદો તથા ધારાસભ્યો વિરૂદ્ધના ક્રિમિનલ કેસોમાં થતાં અસહ્ય વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ન્યાયમૂર્તિ એન વી રમાણા ઉપરાંત ન્યાયમૂર્તિ સૂર્ય કાંત અને ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશનું રાજકારણમાં અપરાધીકરણ વધતુ જતું પ્રમાણ એક ચિંતાની બાબત છે. બીજી ચિંતાની બાબત એ છે કે સાંસદો પાસે સત્તા હોવાથી તેઓ તપાસને પ્રભાવિત કરી શકે છે.

ખંડપીઠે તમામ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને વર્તમાન આૃથવા પૂર્વ સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ ચાલી રહેલા ક્રિમિનલ કેસોની યાદી યોગ્ય ખંડપીઠ સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આવા કેસોની સુનાવણી દરરોજ થવી જોઇએ અને બે મહિનાની અંદર આવા કેસોનો નિકાલ થઇ જવો જોઇએ.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન કે પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988 હેઠળ 175 કેસ ચાલી રહ્યાં છે જ્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ 14 કેસો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત 8 સપ્ટેમ્બર, 2020 સુધીમાીં વર્તમાન કે પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે કુલ 4442 ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.