સંસદની ગરિમાને ઠેસ પહોંચાડનારા સાંસદો પર કરવામાં આવી શકે છે સખ્ત કાર્યવાહી

સંસદમાં રવિવારનો દિવસ હંગામાવાળો રહ્યો. આજના દિવસે રાજ્યસભામાં કૃષિ સાથે મહત્વનું વિધેયક પાસ કર્યું. રાજ્યસભામાં હોબાળા કરનારા સંસદો પર હવે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વૈંકયાનાયડૂ દ્વારા સંસદના તે સભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે જે સાંસદોએ રાજ્યસભાની ગરિમાને ધ્યાનમાં રાખીને હંગામો કર્યો.

સંસદની ગરિમાને નુંકસાન પહોંચાડતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન, કોંગ્રેસ સાંસદ રિપુન બોરા, આપ સાંસદ સંજય સિંહ અને ડીએમકે સાંસદ તિરુચિ શિવાએ ઉપસભાપતિ હરિવંશ નારાયણની વેલમાં જઈને ફુટ નોટ છિનવાની સાથે આ સાંસદોએ ઉપસભાપતિ વિરુદ્ધ નારા લગાવ્યા અને તેમના ટેબર પર રહેલા કાગળ ફાડી દીધાં. સદનમાં હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી 10 મીનિટ માટે સ્થગિત કરવામાં આવી, જે બાદ અંતમાં કૃષિ બીલ પસાર કરવામાં આવ્યું.

ઉલ્લેખનિય છે કે, વિપક્ષી દળોએ આજે રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ વિધેયકોનો વિરોધ કર્યો. જે રાજ્યસભામાં ધ્વનિમત સાથે પસાર કરવામાં કરવામાં આવ્યા.

સુત્રો અનુસાર રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂ આ ઘટનાથી ખુબ પરેશાન છે અને તેમણે આ સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમણે સદનમાં હોબાળો કર્યો અને ઉપસભાપતિ વિરુદ્ધ નારા લગાવ્યા અને તેમની મેજ પર રાખેલા કાગળ પણ ફાડ્યા છે. ભાજપે પણ વિપક્ષી સાંસદોને આ રીતે નાખુશ છે જે રીતે તેમણે વિરોધ કર્યો અને રાજ્યસભાની કાર્યવાહીને ઠપ્પ કરવાનો પ્રયાસ કર્યો.

ઉપરાષ્ટ્રપતિ આવાસ પર ઉચ્ચસ્તરિય બેઠક

રાજ્યસભામાં આજે વિપક્ષના હોબાળાને લઈને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરિય બેઠક મળી. બેઠકમાં ઉપસભાપતિ હરિવંશ, કેન્દ્રીય મંત્રી, પીયૂષ ગોયલ અને પ્રહ્લાદ જોષી પણ હાજર રહ્યાં હતા.

ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે વિપક્ષ

વિપક્ષી સાંસદોએ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહમદ પટેલે કહ્યું કે, તેમણે(રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ) લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા કરવી જોઈએ પરંતુ તેના બદલે તેમના વલણને આજે લોકતાંત્રિક પરંપરા અને પ્રક્રિયાઓને નુંકસાન પહોંચાડ્યું છે. તેથી અમે તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.