કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં રેપ ઈન ઈન્ડિયા નિવેદન મામલે આજે સંસદમાં ભારે હંગામો મચ્યો હતો. સ્મૃતિ ઈરાની અને રાજનાથ સિંહ સહિતનાં સાંસદોએ સંસદમાં રાહુલ ગાંધીની માફીની માગ કરી હતી. જો કે આ મામલે રાહુલ ગાંધીએ માફી માગવાનો ઈન્કાર કરી દીધો છે. રાહુલે કહ્યું કે, હું આ લોકો સામે ક્યારેય પણ માફી નહી માગીશ. પોતે પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીને રેપ કેપિટલ કહ્યું હતું. ધ્યાન ભટકાવવા માટે બીજેપીવાળા હલ્લો મચાવી રહ્યા છે. મેક ઈન ઈન્ડિયાની વાત વડા પ્રધાને કરી હતી તો મેં રેપ ઈન ઈન્ડિયા કહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, નોર્થ ઈસ્ટને સળગાવી દીધું છે. બેરોજગારી અને મંદીથી ધ્યાન ભટકાવવા માટે અમારા નિવેદનને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. પણ હું ક્યારેય પણ માફી નહી માગું. નરેન્દ્ર મોદીએ દિલ્હીને રેપ કેપિટલ કહ્યું હતું. મેં તો એટલું કહ્યું હતું કે, વડા પ્રધાન મેક ઈન ઈન્ડિયાની વાતો કરે છે પણ જ્યાં જુઓ ત્યાં રેપ ઈન ઈન્ડિયા બની ચૂક્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, મોદીને માફી માગવી જોઈએ. પૂર્વોત્તરને સળગાવવા માટે. ભારતની અર્થવ્યવસ્થાને બરબાદ કરવા માટે. આ ભાષણ માટે, જેની એક ક્લિપ હું શેર કરી રહ્યો છે. આજે સમગ્ર દેશમાં હિંસા થઈ રીહ છે. પૂર્વોત્તરમાં હિંસા થઈ રહી છે. કાશ્મીરમાં હિંસા થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.