કોરોનાગ્રસ્તોની સંખ્યા 10000ને પાર કરી ગઈ છે અને હવે આખાના આખે પરિવાર સોસાયટી કોરોના ગ્રસ્ત આવી રહ્યા છે ત્યારે સાંસદ મોહન કુંડારિયાનૉ પરિવાર કોરોના સંક્રમિત થયો છે.
સાંસત મોહન કુંડારિયાનો 35 સભ્યોનો પરિવાર છે જેમાંથી 31 લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચુક્યુ છે. કોરના સંક્રમિત તમામ સભ્યો હાલ સારવાર હેઠળ છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા છે. અને 3,981 દર્દીઓ સાજા થયાં છે.
કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.