સંસદમા શિવસેનાનું વિપક્ષી વલણ: ખેડૂતોના મુદ્દે કર્યુ પ્રદર્શન, સ્થગન પ્રસ્તાવ આપ્યો

મહારાષ્ટ્રમા શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલી મતભેદની અસર દિલ્હી સુધી જોવા મળી રહી છે. જે શિવસેના એનડીએ સરકારનો ભાગ થઇને મોદી સરકારનો વિરોધ કરતી હતી. તે આજે ઔપચારિકરીતે વિપક્ષનો ભાગ બની ગઇ છે. જેની અસર સોમવારે લોકસભાના શિયાળુ સત્રમા જોવા મળી. જેમા શિવસેનાએ ખેડૂતોના વળતરના મુદ્દાને સ્થગન પ્રસ્તાવ આપ્યો અને સંસદભવનની બહાર પ્રદર્શન પણ કર્યુ.

સ્થગન પ્રસ્તાવ પહેલા સોમવારે જ શિવસેનાએ વિપક્ષના પક્ષે ખેડૂતોના વળતરના મુદ્દાને ઉઠાવ્યો. શિવસેનાએ માગણી કરી કે, જે ખેડૂતોનું નુકશાન થયુ છે. તેઓને રૂ. 25,000 પ્રતિ હેક્ટરનું વળતર આપવામા આવે. જોકે અત્યારે ફક્ત રૂ.8,000 પ્રતિ હેક્ટર આપવામા આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.