વિવિધ દેશોની સરકારો દાવા કરી રહી છે કે અમે કોરોના વાઇરસની બિમારીઓથી અનેક લોકોને સાજા કરી દીધા છે અને હવે તેઓ વાઇરસથી મુક્ત છે. જોકે આ દાવાઓ વચ્ચે એક સંશોધને સૌને હેરાન કરી દીધા છે. કોરોના વાઇરસના દર્દીઓ પરના એક સંશોધન અનુસાર આ વાઇરસ એટલો ખતરનાક છે કે તેમાંથી દર્દીને સાજો કરવામાં આવે તો તે બાદ પણ આ વાઇરસ અસર કરી શકે છે.
અમેરિકન જર્નલ ઓફ રિસ્પીરેટરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં આ રિસર્ચ પ્રકાશીત થયું છે, જે મુજબ સંશોધન માટે કોરોના વાઇરસથી સાજા થયેલા ૧૬ દર્દીઓના નમૂના અને મેડિકલ રિપોર્ટ લેવામાં આવ્યા હતા. આ રિપોર્ટ અનુસાર ચીનના બેઇજિંગમાં ૨૮મી જાન્યુઆરીથી નવ ફેબુ્રઆરી દરમિયાન આ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આ દર્દીઓ પર કરાયેલા રિસર્ચ પરથી એ બહાર આવ્યું છે કે આ દર્દીઓને સાજા કરીને હોસ્પિટલમાંથી ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. જોકે તે બાદ પણ તેમનામાં કોરોના વાઇરસથી થતી બિમારીના લક્ષણો જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.