સંતરા ખાધા બાદ તેની છાલને ફેંકી દેતા નહીં, ઘરના આટલા કામમાં મફતમાં પતાવી દેશે

Easy Tips To Use Orange Peel: સંતરા ગુણોનો ભંડાર છે, આ વાત તો સૌ કોઈ જાણે છે. તે વિટામિન સીનો એક શાનદાર સ્ત્રોત છે. પણ સંતરાની છાલમાં પણ કંઈ ઓછા ગુણ નથી. ઘણા લોકો તેની છાલને કચરાપેટીમાં ફેંકી દેતા હોય છે. તેની છાલમાં અઢળક ગુણ હોય છે. મોટા ભાગે સંતરાની છાલને બ્યૂટીમાં અથવા સ્કિન કેયર માટે ખૂબ જ ઉપયોગ થાય છે, પણ આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે, કેવી રીતે સંતરાની છાલનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ઘરની અનેક વસ્તુઓ ચમકાવી શકાય છે, જી હાં, આ ક્લીનિંગ માટે ઉપયોગ કરી શકાય છે.

સંતરામાં જેટલા પોષક તત્વો હોય છે, તેટલા જ તેની છાલમાં પણ હોય છે. સંતરાની છાલમાં વિટામિન સી, ફોલેટ, એન્ટીઓક્સિડેંટ, પોલીફેનોલ જેવા પોષક તત્વો સારી એવી માત્રામાં જોવા મળે છે. તે આપના ચહેરાને ગ્લો વધારવામાં મદદ કરશે. એટલું જ નહીં સંતરાની છાલનો પાઉડર બનાવીને તેને સ્ક્રબર તરીકે અથવા ફેસપેક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આપ સંતરાની છાલને સુકવીને તેનો પાઉડર બનાવી શકશો અને તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ પાઉડર આપની બ્યૂટી ટ્રીટમેન્ટમાં તો કામમાં આવશે, પણ આપના ઘરને પણ ચમકાવી દેશે.

સંતરાની છાલથી વોશબેસિન પણ ચમકાવી શકાય છે. તેના માટે સૌથી પહેલા સંતરાની છાલનો પાઉડર લેવાનો છે. આ પાઉડરમાં એક ચમચી લીંબુનો રસ નાખીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કોઈ બ્રશની મદદથી વોશબેસિન પર લગાવી દો. તમે વાસણ ધોવાના સ્ક્રબરથી પણ આ પેસ્ટ રગડી શકશો, તેનાથી થોડી વારમાં બેસિન ચમકી ઉઠશે.

ગંદા સિંક જગમગવા લાગશે, તેના માટે એક વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો. આ પાણીમાં સુકા સંતરાની છાલનો પાઉડર નાખો અને ઉકાળો. હવે આ ઉકળેલા પાણીમાં થોડો વાસણ ધોવાનો લિક્વિડ સાબુ નાખો. આ પાણીને ખૂબ ઉકાળો. હવે તેને ગંદી સિંકના ખૂણામાં અને બધી જગ્યાએ નાખો. બ્રશની મદદથી સાફ કરો, થોડી વાર એકદમ નવા જેવું ચમકવા લાગશે.

લિક્વિડ સોપ અને સંતરાની છાલથી બનેલા આ પાઉડરને ઉકાળેલા પાણીમાં નાખીને ઘરના લાકડાના ફર્નીચરને પણ સાફ કરી શકાય છે. આ સફાઈ માટે પણ શાનદાર રીત છે.

આવી જ રીતે સ્ટીલની બોટલ અથવા વાસણ જેના પર લાંબા સમયથી કાટ લાગેલો છે, તેને સાફ કરવા માટે પણ ગરમ પાણીમાં સંતરાની છાલનો પાઉડર નાખી આ પાણીમાં કાટવાળી વસ્તુને મુકી દો. કાટવાળી વસ્તુને આ પાણીમાં ડુબાડીને રાખવાની છે. થોડી વારમાં કાટ હટી જશે અને વસ્તુ એકદમ ચકાચક થઈ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.