ઉરી ધ : સર્જિકલ સ્ટ્રાઇક પછી બોલીવૂડ એકટર વીક્કી કૌશલ ફરી એક વખત દિગ્દર્શક આદિત્ય ધર સાથે કામ કરવાનો છે. વિક્કીની આ ફિલ્મ ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા છે.
હવે આ ફિલ્મને લઇને નવા સમાચાર એ છે કે, આ ફિલ્મમાં વિક્કી સાથે સારા અલી ખાન જોવા મળે તેવી શક્યતા છે. લીડ રોલ માટે સારા મેકર્સની પ્રથમ પસંદગી છે.સારા જલદી જ આ ફિલ્મ સાઇન કરશે તેવા અનુમાન થઇ રહ્યા છે.
કહેવાય છે કે, સારા આ ફિલ્મમાં એક નવા જ રોલમાં જોવા મળશે. તેનું પાત્ર એક પૌરાણિક પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. આ ફિલ્મ સુપરહીરો એકશન એડવેન્ચર ફિલ્મ બનશે. તે આવતા પંદર દિવસમા ંજ આ ફિલ્મ સાઇન કરે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં સારાનું પાત્ર રસપ્રદ હશે.
આ ફિલ્મ માટે વિકીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે મિક્સડ માર્શિયલ આર્ટસ, ઘોડેસવારી જેવી તાલીમ લઇ રહ્યો છે.
આદિત્ય ધર આ ફિલ્મને દેશના અલગ-અલગ ભાગોમાં શૂટિંગ કરવાનું વિચારી રહ્યા છે. આદિત્ય ૮૦-૯૦ દિવસ સુધી દેશના અલગ અલગ હિસ્સામાં શૂટિંગ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.