સતત સારા વરસાદથી ખેડૂતોને થયો ફાયદો, પોરબંદર જિલ્લામાં ઉનાળુ વાવેતર શરૂ

પોરબંદર જિલ્લામાં ગત વર્ષે સારો વરસાદ થયો હતો. તેમજ છેલ્લા ઘણા સમયથી વરસાદ સારો થઇ રહ્યો છે. જેના કારણે ખેડૂતો ત્રણ સીઝન લઈ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં હાલ ઉનાળુ વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે.જિલ્લામાં હાલ ઉનાળુ વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે.પોરબંદર: પોરબંદર જિલ્લો કૃષિ આધારિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ પણ સારા થાય છે. જેના કારણે ખેડૂતો ત્રણ મોસમ લેતા થયા છે. ગત વર્ષની વાત કરીએ તો સારા વરસાદને કારણે મગફળીનુ સારું એવુ ઉત્પાદન થયું હતું. ત્યારે પોરબંદર જિલ્લામાં અંદાજે 50 હજાર હેકટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમા ધાણા,જીરું, ઘઉ અને ચણા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે ધાણા, જીરુંના ઉત્પાદનમાં ઘટાડો થયાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. રવિ પાક લણી લીધા બાદ હવે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.