સારા અલી ખાનને આવનારી ફિલ્મમાં ઓછો સ્ક્રીન ટાઇમ મળવાથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ

– અભિનેત્રીએ આ બાબતે પોતાની સ્પષ્ટતા કરી

સારા અલી ખાન તેની આવનારી ફિલ્મ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે. વરુણ ધવન સાથેની સારાની ફિલ્મ કુલી નંબર વનમાં સારાને ઓછો સ્ક્રીન ટાઇમ મળ્યો છે. જોકે સારાએ પોતાની સ્થિતિની સ્પષ્ટતા પણ કરી છે.

સારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું હતુ ંકે, જ્યારે અમારા જેવા કલાકારો રણવીર સિંહ અને વરુણ ધવન સાથે કામ કરતા હોય છે ત્યારે અમારી સરખામણી કરવી એ યોગ્ય નથી. ટોચના સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળે એ જ અમારા માટે સદભાગ્ય છે. આ પરિસ્થિતિમાં અમે  સ્ક્રીન ટાઇમને મહત્વ નથી આપતા હોતા. એક સારી ફિલ્મમાં કામ કરવાનો મને સંતોષ છે. મારે આ મઝાક અને લડાઇમાં પડવું નથી.

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, સિમ્બાને પણ તે મહત્વની ફિલ્મ માને છે. મને સારી ફિલ્મો મળે તેના જ પ્રયાસ હું કરતી હોઉં છું. મને રણવીર સિંહઅને વરુણ ધવન સાથે કોઇ સ્પર્ધા કરવામાં રસ નથી.

મારી હાલની કારકિર્દીમાં મને બોલીવૂડના ટોચના નિર્માતા,દિગ્દર્શક, સારી સ્ક્રિપ્ટસ અને સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળે છે એ મારા માટે બહુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.