સરદાર પટેલ ફક્ત એક વ્યક્તિ ન હતા તે હિન્દુસ્તાનના ખેડૂતો માટે અવાજ હતા – રાહુલ ગાંધી

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીએ ભાષણ આપતા ભાજપ પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર બનશે તો ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે જો ઉદ્યોગપતિઓના દેણા માફ થઇ શકતા હોય તો ખેડૂતોના કેમ ન થઇ શકે. રાહુલ ગાંધીએ સરદાર પટેલ પર રાજનીતિ કરતા ભાજપ પર કટાક્ષ કર્યો કે સરદાર પટેલ એ ફક્ત વ્યક્તિ જ ન હતા તે હિન્દુસ્તાનના ખેડૂતનો અવાજ હતા. કેન્દ્ર સરકારએ ખુડૂતો વિરુદ્ધ ત્રણ કાળા કાયદા લાવી હતી. નોટબંધીએ વેપારીઓને નષ્ટ કરી દીધા હતા. ગુજરાત સરકાર ઉદ્યોગપતિઓને જમીનની લ્હાણી કરે છે.

વિશાળ સભાને સંબોધન કરતા તેમને કહ્યું કે ગુજરાતમાં વીજળીના ભાવ સૌથી વધારે છે. ગુજરાત ડ્રગ્સનું કેન્દ્ર બની ગયું છે. દર વખતે મુદ્રા પોર્ટ પરથી જ ડ્રગ્સ કેમ પકડાય છે. ગુજરાત જ એક એવું રાજ્ય છે જ્યાં આંદોલન માટે પણ અરજી કરવી પડે છે. પ્રજાના પૈસા ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જાય છે.  રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં જ્યાં સરદાર પટેલ સંસ્થા બનાવી ત્યાં ત્યાં ભાજપ તેમના પર કબ્જો જમાવ્યો છે.

ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિભા બનાવી પરંતુ બીજી બાજુ ખેડૂતો અપમાન કર્યું. સરદાર પટેલ ખેડૂતો વિરુદ્ધ ક્યારેય નથી બોલ્યા. આ વર્ષના અંતમાં ચૂંટણી હોય તેના અનુસંધાને જણાવ્યું કે અમારી સરકાર ગુજરાતમાં બનશે તો અમે ખેડૂતોના દેવા માફ કરીશું અને 3 લાખ સુધીના દેવું માફ કરવા માટે કહ્યું હતું. તેમને વધુમાં કહ્યું કે કોંગ્રેસના કર્યકર્તા વિચારધારા સાથે લડી રહ્યા છે. ગુજરાતમાં હજારો બબ્બર  શેર અહીંયા આવ્યા. આ લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની નથી પણ વિચારધાની છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.